પ્રતિ,
હેમેન્દ્રકુમાર ચુનીલાલ પારેખ મો. ધર્મેન્દ્રસિંહજી કોલેજ,
(F. Y. Science) રાજકોટ
પધાર્યા
પછીના સમાચાર આપજો.
મુંબઈ
તા. ૧૯-૯-૫૦
પ્રિય
ભાઈશ્રી !
મારું
એક પોસ્ટકાર્ડ આપને મળ્યું હશે?
આ બાજુ- આળસ એટલું બધું
ઘર ઘાલી ગઈ છે
કે લખ્યા પછી 'પોસ્ટ' કરવામાં
અનહદ ઢીલ થાય છે.
અભ્યાસમાં પણ એમજ છે.
અત્યારે ખ્યાલ આવે છે કે
બોર્ડિંગમાં કેટલી વાંચવા માટેની સુંદર સગવડ હતી? વચ્ચે
જરાપણ ડખલગીરી ન થાય. અત્યારે
કોલેજમાં અભ્યાસ કરવો અને વાંચવાની
સંપૂર્ણ તકલીફ. ત્રીમાસિકમાં તો એટલાં "પૂઅર
માર્કસ" મળ્યા છે કે તમને
જણાવતાં કલમ ઉપડે તેમ
નથી. છમાસિક બે જ અઠવાડિયા
પછી છે. તમને મારા
સ્વભાવની ખબર છે કે
જ્યારે સંપૂર્ણ શાંત - સ્વચ્છતા અને એકાંત હોય
ત્યારે જ હું વાંચી
શકું છું કે વાંચેલું
યાદ રહે છે. ખેર!
આતો વિષયાંતર થઈ ગયું.
તબિયત
તો સારી છે ને?
તમને ઘણું લખવાનું દિલ
થાય છે પણ કોઈ
બાબતમાં રોદણાં રડવા કરતાં શક્ય
એટલી
હિંમતથી
સામનો કરવા દોડે. કઈ
મુશ્કેલી હોય કહેજો? લિ.
ચિંતા કરશો નહિ. આશા
ફક્ત એટલી છે કે
આપણને બંને ને કોઈપણ
સ્થળે સાથે અભ્યાસ કરવાનું
સ્થળ મળે - તક મળે. તમારી
શી ઈચ્છા છે? તમને તો
ઘણા દોસ્તારો મળી ગયા હશે!
એ બધા યાદ સંભારે
છે? ગત સ્મરણો યાદ
કરો છો? યાદ કરી
કરીને રડવા જેવું છે.
હવે તમારા પત્ર મળ્યા પછી
વધારે. લિ. ના પ્રણામ,
વિનયપૂર્વક સેવા. પત્ર લખજો.



No comments:
Post a Comment