Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Thursday, 16 February 2017

DEVI BEN - 20/03/1957

To, Hemendra C. Parekh Esq. 1128, OHIO, LAWRENCE, KANSAS. U.S.A.

બેંગલોર. તા. ૨૦/.

 

પ્રિય ભાઈ હેમેન્દ્ર,

તું બેંગલોર આવ્યા ના ખબર તને રાજકોટથી ભાઈ નાનુ તરફથી મળ્યા હશે. હું તથા હવેભાઈ અત્રે તા. ૨૩//૫૭ ના રોજ આવેલ છીએ. મેં આંહિયા Field Course પુરો કર્યો અને હવેભાઈએ Service Course. આજે રાતના હું અહિંથી મદ્રાસ જઉં છું અને ત્યાં બેકે દિવસ રોકાઈને મુંબઈ થઈને રાજકોટ જઈશ. હવેભાઈ અહિંથી સીધા મુંબઈ જાય છે. પત્ર લખવાનું પ્રયોજન તો તારો બહેન દેવી ઉપરનો પત્ર ગઈકાલે વાંચ્યો એટલે વ્યાજબી વિગતે જાણ આપવો જોઈએ એટલે આપું છું. બાકીનો હું કાગળ લખવામાં ઘણો ઢીલો છું. બેંગલોર આખું જોઈ લીધું. માયસોર જવું હતું પરંતુ જઈ શકાયો નહિ. બેંગલોર ગર્વનમેન્ટનું નવું Secretariat જોઈ આવ્યા. ૩૧-૩૫ લાખનું પ્રાથમિક બજેટ નકકી કરવામાં આવ્યું હતું અને ખર્ચ રૂ. ૬૫૦) લાખ (અંદાજે બે કરોડ) ખર્ચાઈ ગયા છે. મકાન હજુ ઘણું અધૂરું છે.

 

કેબીનેટ મીટીંગના હોલને સુખડના દરવાજા મુકવામાં આવ્યા છે અને તેની ઉપર સુંદર કોતરણ કરવામાં આવી છે. વિધાન સભામાં પણ સુખડનો સારા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યા છે. હિંદ અત્યારે ચૂંટણીઓથી ધમધમી રહ્યું છે. વિધાન સભામાં હરેક જગ્યાએ કોંગ્રેસની સામે બીજા ઘણા પક્ષો વખતે આવી ગયા છે એટલે કે વખતે પુરેપુરી મથામણ થતી જાય છે. લોકશાહી ખીલી ઉઠી છે. વડીલશ્રી અને પૂ. બાપુજીનો ખુશાલીપત્રનો પત્ર છે. દેશમાં સૌ આનંદમાં છે. કલકત્તાથી પૂ. બેન નો રાકેશ આવ્યાની ખબર છે. તારી કુશળતા ઇચ્છું છું. બાકીનો કોરો ભાગ બહેન દેવીના સુંદર અક્ષરો માટે રહેવા રાખું છું. ( કાંચો - કૂશ - લી - અનુલાઈના સ્મરણ. + ચારેક માસથી મન્ત્રાપ ટેરાનિમામા ઘરૂ )

પ્રિય જતુભાઈ પત્ર મળ્યો વાંચી અત્યંત આનંદ થયો, ફરી પણ લખશો એવી આશા રાખું કે! અનુભાઈ ગઈકાલે અહીંથી અમેથી ગયા છે મદ્રાસ એકાદ બે દિવસ રોકાઈ, બોમ્બે થઈ રાજકોટ જશે. મારો પત્ર તમને શા મારૂના બાદ મળ્યો તે જણાયું, દુકાન ના નોકર ને પત્ર પોસ્ટ કરવા આપેલ તેને પૂછ્યું કું તું પોસ્ટ ઓફિસમાં પૂછી પંદર સ્ટેમ્પ લગાડજે, પણ તેને પૂછ્યા વગર આનાની સ્ટેમ્પ લગાડેલ.

 

તેણે ઘેર આવી ને કહ્યું ત્યારે આશા નહતી કે આપ પહોંચશે પણ પહોંચ્યો ખરી. તમારા પત્રની વિગત ભરી આનંદ અને આભાર ત્યાંના લોકો ઘણાં પ્રવૃત્તિમય છે તે જાણ્યું, "ભૈયા" હિંદુસ્તાનમાં પણ ઘણી પ્રવૃત્તિ છે, પણ જે કરે તેને માટે, જેને આપણું જીવન જીવવું હોય તેના માટે કંઈ નથી સ્ત્રીઓ માટે પણ ઘણાં ક્લાસો છે, પણ આપણાં માં જાવાપાપાનું એટલું બધું છે કે સ્ત્રીઓ બાયરી રસોઈ માંથી બીજું કંઈ પણ કરવાની ફૂરસદ મેળવી શકતી નથી, ફૂરસદ મેળવવી તે આપણાં હાથની વાત છે, તેવી મારી માન્યતા છે, પણ આપણો સમાજ એટલો બધો પછાત છે (તેમાં ખાસ ગુજરાતી) કે આગળ વધી નહિ અને વધવા દે નહિ. રાજકોટ થી નાનુભાઈ નાં પત્ર આવી છે, જગદીશ નો પરણગા, માર્ચ ૨૪ મી થી શરૂ થશે, તેને મહિનાનું વેકેશન પડશે ને મોસમાન જ્યાં ઇચ્છા કરીશે મોસમાન થી રમિકભાઈ એકલા દેશમાં ફરવા આવવાનાં છે. તમારે ગળે ખરજવું થયું હતું, તે ખબર છે, પણ મટ્યું કે નહિ, તે ખબર નથી, મટ્યું હોય, તો ત્યાં કંઈક ઉપચાર કરશો, મારી તબિયત સારી છે, મજામાં છું. તમારી તબિયત ની સંભાળ રાખશો. અત્રે સૌ કુશળ છે. "ભૈયા" અમારા લગ્ન ની ચિંતા હું કરતી નથી, ઘરમાં વડીલો છે, તેથી મારે ચિંતા કરવાની હોય નહીં. હિંદુસ્તાનમાં ઘણાં "રત્ન" છે જરૂર એકાદ આવશે, "રત્ન" મળી જશે. અડવા ત્યારે ફૂરસદે પત્ર લખશો. Ta Ta લી. દેવીનાં સ્મરણ...

KESHAVLAL - C - UDANI, WHOLESALE OPTICIAN, opp. city post-office, Bangalore-2.

 







No comments:

Post a Comment