श्री
हेमेन्द्र कुमार चुनीलाल पारेख विश्वास १४०, A, SHIVAJI PARK 2nd
Cross RD. DADAR B.B BOMBAY 28
તા
૧૮મી માર્ચ, શુક્રવાર
પ્રિય
ભાઈ હેમેન્દ્ર તને આ પહેલા
એક પત્ર લખેલ તે
પછી રક્ષાબંધન મોકલેલ પણ તારા તરફથી
તેનો કંઈ ઉલ્લેખ નથી
તો મળી ગયેલા કે
નહીં? તુ પાછો નોકરીએ
ચાલુ થઈ ગયો એ
ખબર બાપુજીએ આપેલા, ત્યાં કેટલા વખત માટે જોઈન્ટ
થયો છે? થોડા વખત
પહેલા ભારતીનો ખુશીખબરનો પત્ર હતો મેં
અહીં પુનામાં આવવા માટે લખેલ.
બીજું બાપુજીનો બે દિવસ પહેલા
પત્ર હતો દિવાળી પછી
નવેમ્બરમાં તારા લગ્ન કરવાનો
વિચાર કરે છે. અને
અમને બંને બહેનોને તેડાવેલ
છે. પણ હું તો
બાર આનાની ઘોડાગાડીનો ખર્ચો કરવાનો છે અને અમે
નકામા બારસોના ખર્ચા કરવા શા માટે
આવીએ. બાપુજી લખે છે કે
તે તારા સસરાને એકદમ
સાદાઈથી લગ્ન કરવાનું કહ્યું
છે પણ બાપુજીના કાગળના
ચોસલા એવું લાગે છે
કે તારા સસરાને ત્રણ
જ દીકરીઓ હોવાથી સારી રીતે કરવા
માગે છે એમ બાપુજી
ઉપર પત્ર રોપો જોઈએ.
તુ સાદાઈ થી એટલે દુનિયાને
દેખાડો ન કરવો એ
સાદાય કે તારા સસરાએ
ભારતીને કાંઈ ન આપવું
અને કોઈક કન્યા આપણને
સોંપી છે એમ
ઈચ્છે
છે. બાપુજી માને છે કે
અમે તને કંઈ રૂબરૂ
આપણી આપીએ, પણ તારો મત
જાણ્યા વગર શું લખવું,
તે છતાં ભારતીને તેના
બાપુજી જે આપવા માગે
એમાં તારે ન બોલવું
જોઈએ. લગ્ન પાછળ ખોટો
ખર્ચો કરવામાં તો હું પણ
નથી માનતી જેમ કે વરઘોડો
કાઢવો, માંડવા રત્નાગાર પાછળ પૈસાની વેડફી
કરવી, જાનવાર કરવો, દુનિયાને શું આપ્યું તથા
દોઢુ એનો દેખાડો ન
કરવો. એ તો આપણા
દેશની પરિસ્થિતિ જોતા જ કરવું
જોઈએ. પણ સામે વ્યક્તિ
એમ સમજે પોતાની દીકરીને
જે આપવું હોય એ આપે,
અને બા બાપુજીને પણ
કદાચ ભારતીને કંઈ દેવાની ઈચ્છા
હોય તો એટલા બાબત
તારે ચોખ્ખાઈ મુકવી જોઈએ. તું સ્ત્રીઓના મન
નથી ઓળખી શકવાનો. આજે
ભારતી આપણને કંઈ નહીં આપશે
તો ભારતીને દુઃખ નહીં થાય,
પણ થોડા સમય પછી
એને એમ તો થશે
કે બનેવીભાઈને આટલું આપ્યું અને હવે આવશે
એને પણ આપશે પણ
મને કંઈ ન આપ્યું.
અને સાસરાના ઘરની નાની પણ
ચીજ મળે એવો સ્ત્રીઓને
કેટલો આનંદ થાય કે
મારા પતિના ઘરની વસ્તુ છે
જે મારી જ છે
અને ઉમંગથી એ બીજાને બતાવી
પણ શકે. મારી જ
વાત કર, મને સાસરેથી
એક વાલની વીંટી પણ નથી મળી.
એનું આમ જોઈએ તો
કંઈ દુઃખ ન લગાડવું
જોઈએ, પણ મિત્રો પહેરીને
બહાર
નીકળે અને એમ કહે
મારા સાસરેથી આવેલ છે ત્યારે
એમ થાય કે આવું
આપણું તો કંઈ વાત
કરવા જેવું જ નથી. આપણે
ગરીબ છીએ એ માટે
નથી. (શબ્દો છેકી નાખેલા) આ
બધું તને મળવા માટે
લખ્યું છે તારે શું
કરવું ન કરવું એ
તો તું જ નક્કી
કરી શકે ને? પણ
મોટાભાઈને બાપુજીએ ત્રણ હજાર આપેલા
(ભલે અત્યારે વપરાય ગયા પણ મોટાભાઈ
એના નામે એટલા પાછા
મુકી દેવાના છે એમ મને
વાત કરેલ) નાની ભાભીને પણ
થોડો દાગીનો તથા કપડાં આપેલા
ત્યારે તો આપણી સ્થિતિ
પણ ન હતી અને
હવે નાનક હિતેશની વહુને
પણ આપશે, ત્યારે ફક્ત તારી જ
વહુને કંઈ ન મળે
તો દુનિયા પણ બા બાપુજીને
સંભળાવે. મેં અને ભારતીને
પણ કાકી જેવા આડકતરી
રીતે કહી દે કે
તારી માટે કેટલી લાગણી
છે. જો કે ભારતી
આટલું ભણ્યા પછી જરૂર આગળ
પાછળનું વિચારે, તે છતાં એનો
શું વિચાર છે અને બા
બાપુજીનું પણ થોડુંક મન
રહે એવું થાય તો
સારું. પત્ર લખજે. તારી
તબિયત કંઈ સુધરી કે
નહીં. લીલાબેન ત્યાં છે. ક્યારેક એ
તરફ નીકળે તો જજે એમને
પુજ ગમશે. અમે બધા મજામાં
છીએ. ચંદાડી













