16th Sept. '53. મહેં.
પ્રિય
હેમેન્દ્ર,
દોસ્ત!
મારાથી રીસાઈ તો નથી ગયો
ને? ખોટું લાગ્યું હશે કેમ? ના
ના એવું તો કાંઈ
નહિ હોય. હું જાણું
છું કે તું છોકરી
નથી કે તને ખોટું
લાગે, અને મારે મનાવવો
પડે. પત્રમાં વિલંબ થવાનું કારણ વર્ષનું છેલ્લું
અઠવાડીયું હોવાથી જરનલો સર્ટીફાઈડ કરાવવામાં, ફોર્મ ભરવામાં, એક્સ્ટ્રા પ્રેક્ટીકલોમાં અને વાંચવામાં ખૂબ
ટાઈમ જતો. અત્યારે પણ
રાતનો એક વાગ્યો છે
અને હું પણ સખત
થાકી ગયેલો છું છતાં આજે
તો દ્રઢ નિશ્ચય જ
કર્યો છે કે તને
કોઈ પણ પ્રકારે પત્ર
લખવો જ અને તે
પણ આજ રાતના જ
પુરો કરવો. જો બાકી રાખીશ
તો... કોણ જ્યારે કેટલા
અઠવાડીયે પાછો પૂરો થશે?
ભાઈ
પશુ બાબત તેં લખેલ
થોડી બાબતમાં જ હું સઘળી
હકીકતો સમજી ગયો હતો.
અને નોકરી માટે
પ્રયાસ
પણ મેં બે ત્રણ
જગ્યાએ કરી જોયા. તને
લાગ્યું કે હું ચોખ્ખી
ના નથી લખી શકતો
શરમાવ છું એટલે પત્રનો
ઉત્તર જલ્દી આપતો નથી પણ
તે માન્યતા તારી સાવ ખોટી
છે. શરમનો પ્રશ્ન જ ન હતો.
પુરી તપાસ કર્યા વગર
કાંઈ પણ ઉત્તર લખવો
એ મારે માટે મને
અણઘડતું લાગતું હતું એટલે જ્યાં
સુધી કાંઈ તપાસનો જવાબ
ન મળે તે પહેલાં
તને કેધ્ધી રીતે હું કાંઈ
લખી શકું? મીલમાં પણ તપાસ કરાવી
ત્યાંથી તો માણસો હમણાં
ઓછા કરવા માંડ્યાં છે.
બીજી ઓફીસમાં કે કોઈ ની
પેઢીમાં તો એવું કાંમ
ન હોય કે જે
પશુ ભાઈને ફાવે. જેવું કે નામુ લખવું,
ગરાકને માલ બતાવવો વગેરે.
પણ એક લાઇન છે
જો તેઓને ફાવે તો મારા
મત પ્રમાણે સારી ગણાય. પણ
તેને માટે પણ મારા
જેવો ઓછા બોલો અને
શરમાળ સ્વભાવ હોય તો નકામુ
ગણાય. તે છે અગરબત્તી
16th Sept. '53.
Maha. [Mahim]
Dear Hemendra,
Friend! You aren't upset with me, are you? Must have felt bad, right? No, no, it couldn't be anything like that. I know you are not a girl to feel bad and need me to placate you. The reason for the delay in writing the letter is that, being the last week of the year, a lot of time went into getting journals certified, filling forms, extra practicals, and reading. Even right now it is 1:00 AM at night and I am thoroughly exhausted, yet today I made a firm resolve that come what may, I must write a letter to you and finish it tonight itself. If I leave it incomplete... who knows after how many weeks it will be finished?
Brother, regarding what you wrote about Pashu, I understood the whole situation from just those few details. And regarding a job,
I also tried making inquiries at two or three places. You felt that I couldn't write a straight 'no' because I was feeling shy or awkward, and therefore I was not replying to the letter quickly—but that belief of yours is completely wrong. It was not a question of shyness or awkwardness at all. Writing any answer without making full inquiries felt improper to me; so until I received some response to my inquiries, how could I write anything to you?
I also had inquiries made at the mill, but from there they have started reducing personnel/hands nowadays. In other offices or in anyone's firm, there isn't the kind of work that would suit brother Pashu—such as keeping accounts, demonstrating goods to customers, etc. But there is one line of work which, if it suits him, is considered good in my opinion. However, for that too, if someone has a quiet and shy nature like mine, it would be considered useless. And that line is incense sticks (agarbatti)...


No comments:
Post a Comment