To, Hemendra C. Parikh
B.E. (Elec) 616 Danial Street
CHAMPAIGN (Illinois) U.S.A
73 સાયન
રોડ, મુંબઈ ૨૨. ૧૫-૧૨-૫૫.
પ્રિય
હેમેન્દ્ર,
દિલ્હીથી
આવ્યો ત્યારે ઘરે પરદેશી પોસ્ટનો
ઢગલો જોઈને હરખાઈ જ ગયો. તેમાં
તારો એક પત્ર, પ્રવીણભાઈનો
પત્ર, Institute નો પત્ર, મહેતાનો
પત્ર, અહીંની યુનિવર્સિટીનો પત્ર વગેરે હતા.
મને સ્વપ્ને પણ ખ્યાલ ન
હતો કે તું આટલું
જલ્દીથી મારું કામ કરીશ. અમેરિકામાં
જઈને આપસનો ત્યાગ કર્યો લાગે છે, અને
અમેરિકન રીતે Prompt કામ કરવા લાગ્યો
લાગે છે. અને તારી
આ Prompt service એ મને ખૂબ
જ મુંઝવણમાં મુકી દીધો છે
કે ક્યાં નીકળવા માટે તારા અભિપ્રાયની
ખૂબ જ અને તુરત
જ જરૂર છે.
વાત
જાણે એમ છે કે
તું જાણે છે તેમ
પ્રવીણભાઈએ મારાવતી admission લઈ લીધું છે.
Feb. 1956 ની ૧૫મી તારીખે term શરૂ
થાય છે. આ પત્રોની
સાથે અહીંની University નો પણ પત્ર
હતો કે જેમાં તેને
જણાવ્યું છે કે તમારો
applicatio થોડું ઘણું Maths. Int. Sc. નું કરજે જેથી
Manchester ગુમાવવામાંથી
કયો રસ્તો પસંદ કરવો તે
મને તો કાંઈ સમજ
પડતી નથી. મારું માનવું
એમ છે કે જો
Manchester અગર Salford
માં admission માટે definite હોય તો અત્યારે
પહેલા જર્મનીમાં કાકાના લખવા મુજબ બે
ત્રણ factory માં apprentice તરીકે કામ કરવું કે
અરસામાં કંપની જ મારો રહેવા
ખાવાનો બંદોબસ્ત કરશે અને Pocket expense તરીકે થોડા
રોકડા આપશે. એટલે ત્રણ January માં
જર્મની જાઉં અને ત્યાં
સપ્ટેમ્બર સુધીમાં Bayer - Dusseldorf માં વગેરે જગ્યાએ
practical training લઈને
ઓક્ટોબર મહિનામાં ઈંગ્લેન્ડ પહોંચી ત્યાં અમર કે કેમ
તે ચોક્કસ હાલ ખબર પડે
તેમ નથી. જ્યારે ત્યાંના
વિશે તો ચોક્કસ છો.
ફક્ત $ ૧૦ માંડેલું એટલે
Sure થઈ જાય. હાલ મેં
ગઈ કાલે પ્રવીણભાઈને તથા
Dean ને પત્ર લખ્યો છે.
Dean ને લખ્યું છે કે મારો
Definate decision હું આ મહિનાના અંતમાં
જણાવી દઈશ. તો હવે
તે અરસામાં તારો પણ અભિપ્રાય
મને મળી જાય તે
રીતે વિગતવાર પત્ર લખજે. મારું
conscious તો એમ કહે છે
કે Oct. માં Manchester અગર Salford માં admission મળી જશે પરંતુ
જો conscious ખોટું પડે તો હું
ક્યાંયનો ન રહું! જે
કાંઈ definate કરવું છે તે પણ
આપવું પડે અને પછી
તો કાંઈ જ આશા
ન રહે. મહેતાને લખીને
પણ તેનો અભિપ્રાય મંગાવવા
વિચાર છે.
તેને
પુછાવી જોઈશ કે ત્યાં
India House ની ઓફિસે જઈને Personally તપાસ કરી જોવે
કે મારા chances કેવાક લાગે છે. જો
તેના તરફથી મોળો ઉત્તર આવશે
તો પછી મારે ત્યાં
સોંધવાનું ચોક્કસ કરવું પડશે.
Philadelphia માં B.S. કરતાં ૨-૨૧/૨
વર્ષ લાગી જાય પણ
તે અરસામાં તો તારો અભ્યાસ
પૂરો થઈ ગયો હશે.
હું તો ફક્ત વર્ષ
એક માટે જ ગયો
છે અને બહુ તો
બે વર્ષ કરી નાખે.
તો પછી પાછળથી મારું
શું થાય! અને આપણા
Plans નું શું બને?
હવે
સહેજ મારા દીલની થોડી
વાત કરું. હેમેન્દ્ર, મારી ઈચ્છા તો
અભ્યાસ માટે પરદેશ જવાની
કેટલી હતી તે તો
સારી રીતે જાણે જ
છે પણ જ્યારે હવે
definate થવા આવ્યું છે ત્યારે દીલ
સહેજ અચકાય છે. મારા પૂ.
પિતાશ્રી અને પૂ. માતૃશ્રી
વગેરેનો સ્નેહ મારા પર એટલો
બધો છે કે જો
હું પરદેશ જાઉં તો પાછળથી
તેમને થોડો વખત તો
બિલકુલ ચેન પડશે જ
નહિ. અરે હું દિલ્હી
ગયો હતો તેટલામાં પણ
આવ્યો ત્યારે વાત કરતાં કરતાં
મારા પૂ. માતૃશ્રીની આંખમાં
અશ્રુ આવી ગયા હતાં.
અને તેથી થોડા દિવસ
બિલકુલ ગમશે જ નહિ.
હું અત્યાર સુધી ખૂબ જ
લાડ અને પ્રેમથી મોટો
થયો છું. અને તેમનો
પ્રેમ પણ મારા ખૂબ
જ પડતો રહે છે.
અને મને પોતાને પણ
પરદેશમાં માફક આવશે કે
નહિ તે મને પણ
થાય છે. Home-Sickness તો નહિ રહ્યા
કરે ને?
ઠીક
ત્યારે આજે વધુ લખી
શકતો નથી. ત્યાં તું
મજામાં હોઈશ ત્યાંના નવીન
જણાવજે. મેં મને admission મળ્યું
છે તેની વાત મારા
પૂ. પિતાશ્રી તથા પૂ. માતૃશ્રી
સીવાય કોઈને જ કરી નથી.
મારા પૂ. પિતાશ્રી તો
મારી ઈચ્છા હશે તો મને
ના નહિ જ પાડે.
ત્યાંના નવીન જણાવજે. આજે
હું પત્રનો પૂરો ઇસ કાઢી
શકતો નથી તો માફ
કરજે. આજના લખાણ પરથી
જ તને તો ખ્યાલ
આવી ગયો હશે કે
હાલ Balance of mind કેટલું છે! ખેર કોઈ
પણ રીતે તું મારા
કહેવાનો ભાવાર્થ જરૂરથી સમજી શક્યો
હોઈશ.
તું
પણ તપાસ બને તો
ત્યાં થાળી કરી જોજે
કે Philadelphia
Institute કેવો છે? Synthetic yarns પાછળ કેટલું ધ્યાન
રાખે છે વગેરે.
ઠીક
ત્યારે Good-Night and
wish you Happy dreams _____
નરેશ
_____
અરે
Christmas ને તો સાવ જ
ભૂલી ગયો. Christmas માં તો તને
ટાઈમ મેળવવો પણ ભારે પડી
જશે પણ હું આશા
રાખું છું કે તું
તે જરૂર મેળવીને પણ
મને તુરત પત્ર લખીશ.
કેટલાં Dances અને Parties નું આમંત્રણ standing છે?
ખૂબ જ મજા christmas માં
આવશે કેમ ખરું ને?
નરેશ
Wish You Merry Christmas and
Happy New Year.
Naresh
73 Sion Road, BOMBAY - 22 INDIA.
To:
Hemendra C. Parikh
B.E. (Elec) 616 Danial Street
CHAMPAIGN (Illinois) U.S.A
73 Sion Road, Mumbai 22.
15-12-55
Dear Hemendra,
When I arrived back from Delhi, I was overjoyed to see a heap of foreign mail at home. Among them was a letter from you, a letter from Pravinbhai, a letter from the Institute, a letter from Mehta, a letter from the University here, etc. I hadn't imagined even in my dreams that you would carry out my work so quickly. Going to America seems to have made you shed your hesitation, and you appear to have started working promptly in the American way. And this prompt service of yours has put me in a great dilemma as to which way to set out, for which I need your opinion urgently.
The matter is as you know, Pravinbhai has secured admission on my behalf. The term begins on the 15th of Feb. 1956. Along with these letters, there was also a letter from the University here, stating that you should prepare a little bit of Maths from Inter Sc. so that I cannot figure out what path to choose to avoid losing Manchester. My belief is that if admission to Manchester or Salford is definite, then for now, as Kaka wrote from Germany, I should work as an apprentice in two or three factories where the company itself will make arrangements for my lodging and boarding and give a little cash as pocket expense. That means in January I go to Germany, and by September, after taking practical training at places like Bayer - Dusseldorf, I reach England in October. Whether I get into Manchester or not isn't definitely known right now, whereas about Philadelphia, it is certain—just requiring a deposit of $10 to make it sure.
Yesterday, I wrote a letter to Pravinbhai and to the Dean. I wrote to the Dean stating that I will convey my definite decision by the end of this month. So please write a detailed letter in time so that I receive your opinion by then. My conscience says that in Oct. I will get admission in Manchester or Salford, but if my conscience turns out wrong, I will be stranded nowhere! Whatever is to be finalized, fees also have to be paid, and after that, no hope remains. I am also thinking of writing to Mehta to seek his opinion. I will ask him to go personally to the India House office there to inquire what my chances look like. If a cold response comes from him, then I will definitely have to finalize Philadelphia.
Completing a B.S. in Philadelphia would take 2 to 2½ years, but by that time your studies will have been completed. I have come for only one year, or at most two years. So then what happens to me afterward? And what becomes of our plans?
Now let me share a little of what is in my heart. Hemendra, you know very well how strong my desire was to go abroad for studies, but now that it is becoming definite, my heart hesitates a little. The affection of my respected father, respected mother, and family for me is so deep that if I go abroad, they will have no peace of mind at all for some time initially. Why, even when I went to Delhi, when I returned, tears came to my respected mother's eyes while talking to me. And because of that, I won't feel like myself at all for a few days. Up until now, I have grown up with immense fondness and love, and their love keeps overflowing toward me. I also wonder whether I will adjust to living abroad or not. Won't home-sickness keep persisting?
Well then, I cannot write more today. Hope you are doing well there; do update me on what's new. Except for my respected father and respected mother, I haven't mentioned my admission to anyone else. My respected father will certainly not say no if it is my wish. Do share the news from there. Forgive me as I am unable to write with total clarity today. From today's writing itself, you must have realized what my balance of mind is right now! Anyway, one way or another, you will certainly have understood the gist of what I mean.
If possible, do make some inquiries over there to see how the Philadelphia Institute is. How much focus do they place on synthetic yarns, etc.?
Well then, Good-Night and wish you Happy dreams _____
Naresh _____
Oh, I completely forgot about Christmas. Finding time during Christmas will be tough for you, but I hope you will definitely spare time to write back to me promptly. How many invitations for dances and parties are standing? Christmas will be great fun, won't it?
Naresh
Wish You Merry Christmas and Happy New Year.
Naresh
73 Sion Road, BOMBAY - 22 INDIA.





No comments:
Post a Comment