To,
Hemendra C. Parekh
c/o Dr. K. U. Jhalakia M.D.
maheshwari mansion
1st Floor
34, Napeansea Road
Bombay 6
BOMBAY 6
વડિયા
તા. ૨૭/૩/૫૯
(Vadia, Date: 27/3/59)
ચિ.
ભાઈ ભટુ,
વિ.
આ સાથેના મારો પત્ર મળી
ગયો હશે તમારા તરફથી
હજી સુધી કોઈ પત્ર
નથી તો લખશો અને
સૌ કુશળ છે અમારી
તબીયત સારી છે તમારું
કુશળ ઈચ્છું છું.
ભાવનગરથી
ચિ. બહેન જ્યોતિ સંદેશા
આવી ગઈ છે. ચિ.
ભાઈ દિનેશ તા. ૩૦/૩
સુધીમાં એમની પરીક્ષા પૂરી
થયા પછી અને મૂર્ત
આવી જશે ત્યાં સુધી
એની સાથે ચિ. ભા.
અરવિંદ તથા ચિ. બહેન
પદ્મજા પણ આવશે.
રાજકોટ
ગઈ પરમદિવસે સાંજના પાછા ભાઈ સૌ.
ચંપા ભા. નાથુ તથા
બંને બાળકો અને એક રાત
રહીને ગઈ કાલે ૧૧
વાગ્યે પાછા રાજકોટ ગયા
છે તે સદાય.
ચિ.
ભા. બાબુ પાસેથી જાણવા
મળ્યું કે તમે ત્યાં
આગળ તમારા જમવાની રોજીંદી વ્યવસ્થા કરી લીધી છે
અને તમારી તબીયત સારી છે એ
સમાચાર જાણી સંતોષ થયો
છે.
બીજું
તમે લખ્યું કે તમે નેપિયન્સી
રોડ શીફ્ટ થયા પછી અશાંતિ
કે અપોઝીટ હોટલમાં રહેવા જવાની ઈચ્છા રાખો છો આ
તમારા વિચાર ઉપર વિચાર કરતા
એમ લાગે છે કે
તમારા...
તે
વિચાર બરાબર નથી. આપણા દેશમાં
આવી હોટલમાં જીવન આપણા માટે
ખર્ચાની દ્રષ્ટિએ તેમજ બીજી રીતે
સારું ન ગણાય. પરંતું
જો આવીને હોટલમાં જીવન ગાળવાનું ભવિષ્યમાં
તમને બીજી રીતે રહેવાનું
અને જીવન ગાળવાનું ન
ફાવે. ખર્ચના પ્રશ્નને જો બાજુએ રાખીએ
અથવા ગૌણ ગણીએ તો
પણ હોટલનું અર્થ ત્યાંનું Cosmopolitan હોટલનું જીવન
ઈચ્છનીય નથી. ત્યાં આનંદ
અને સંસ્કાર નાં ગંધાતા પણ
થશે. રહેવું અને જીવન જીવવું
તે આપણા જેવા પાત્ર
માટે કંઈ જ સારું
નથી. માટે આ વિચાર
મુલતવી રાખશો અને માટુંગામાં કોઈ
રૂપ મેળવી લેવા પ્રયત્ન કરશો
અને તે રૂપ ન
મળે તો માટુંગામાં ચિ.
ભા. રસિક અને તેનો
અત્રે પિતરાઈ રહે છે તેની
સાથે રહેવાનું રાખશો – તે ખૂબ સમજુ
અને શાંત છે એટલે
આ બાબત અમારી ચિંતાનો
વિષય ન બને તેનો
ખ્યાલ રાખશો.
શિયાળે
પાર્ક પાસે આપણા કોઈ
પહેલા મળી જાય ત્યારે
હું કોશીશ કરીશ તમારા ખાવા
પીવાની અને રહેવા બાબતની
મારા મન ઉપર હંમેશા
ચિંતા રહ્યા કરે છે અમે
તેટલા ખાતર તમારું સગપણ
લગ્ન અને ઘરવસી જાય
તે માટે મન ઉપર
ભાર રહ્યા કરે છે. મારા
છેલ્લા પત્રમાં મેં તમને અમદાવાદ...
માં
રહેતા ડો. અમુભાઈ સંઘાણીની
પુત્રી કે જે B.Sc. થયેલ
છે. અધ્યાપક છે અને Fair looking હોવાનું
હું માનું છું તે માટે
તા. ૩૧/૩ ના
હું રાજકોટ જઈને બધી માહિતી
મેળવીને કન્યાને રાજકોટ તેડાવી લઈને જોઈ લેવા
ધારું છું અને તે
તહેવારમાં અમને બરાબર લાગશે
તો તમને અહીંથી એન્ડ
રાજકોટ આવી જવા લખીશ.
આ
શીવાય તમારા પાસે વેરાવળ વાળા
રા. રા. શ્રી જયંતિલાલ
શાહની કન્યા પણ તમારા માટે
અમારી દ્રષ્ટિ અને ગણતરીથી ખોટી
નથી. જ્ઞાતિમાં તમારા નજરમાં આવે તો વાંધો
ન શીવાય મુક્યો. નયન પણ સારી
છે. ખૂબ સોસીયલ છે
અને B.A. એની કલ્પનામાં ભણેલા
છે અને હોશિયાર પણ
પાકું થયેલ છે તો
આ ઠેકાણું પણ ખોટું નથી.
તથા બંને ભાઈની marriageable age હોવાથી તે
સમય મર્યાદાની અંદર તમારા બંનેના
લગ્ન કરી નાખવાની અંદર
અમારા વિચારો છે એટલે તમારે
અમારી વ્યાકુળતા વિચાર રાખવા યોગ્ય છે. ચરોતર શિક્ષણના
વિચાર પાસે પણ જોઈએ
અને ચિ. બહેન જ્યોતિ
પાસે પણ પ્રયત્ન કરાવીએ
છીએ પરંતુ આપણા માટે આપણે
ઈચ્છીએ તેવું સારું ઠેકાણું મેળવવામાં આપણો જ્ઞાન અને
અભ્યાસના પણ આડે આવ્યા
હોય એવું મનોમન થયું
છે અને થાય છે
પરંતુ અંતે આવશે ત્યારે
તેનું સાચું પણ દેખાશે.
(Left Margin): એ તપાસ કરવા
જવાનું છે તેથી રાજકોટથી
(તમો) લખીશ. ચિ. ભટુના પૂજ્ય
મોટાભાઈના ... પ્રણામ ...
C. K. Parekh
Vadia (M.S. Dist.)
(Saurashtra)





No comments:
Post a Comment