Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 10 February 2017

BOTADRA - 06/10/1953

Personal

To, Hemendra. C. Parikh

હેમ પરીખ / એમ)

via Dhasa Junction

At. Vadia

(Saurashtra)

તા. -૧૦-૫૩ (Date: 6-10-53)

 

પ્રિય ભાઈ હેમેન્દ્ર, આપનો પ્રેમળ પત્ર મળ્યો. જ્યારે જ્યારે તમારો પત્ર મળે ત્યારે કોને ખબર કેમ ? પણ મારા મનમાં શાંતિ થાય છે. આત્મા સંતોષ અનુભવે છે. તમારી કદાચ ભૂલ થતી હશે કારણ મેં તમને તમારા પત્રનો જવાબ આપી દીધો હતો. તબિયત સારી હશે? મારી તબિયત ઠીક છે. અભ્યાસના ખબર મળ્યા પણ મને લાગે છે કે આપણું બન્નેનું નસીબ એવું છે કે છેવટે આપણે પસાર થઈએ છીએ. (ખાસ તમે એકલા.) મને "F.Y તથા Inter" માં બિલકુલ આશા હતી.

હેમેન્દ્ર, પ્રભુ જાણે ક્યા પાપ કર્યા હશે પણ એક પછી એક દિવસ ખૂબ ખરાબ રીતે પસાર કરું છું. પિતાની યાદ વિસરી શકાતી નથી. યાદ આવે ને કાંઈ ને કાંઈ સમજાય તેવું થયા કરે છે. જે માની શકાતું નથી છતાં હકીકત બની છે. મુંબઈમાં પડોશ પણ એવો મળ્યો છે કે એમાં કાંઈ રસ પડે નહિ. માંછલીની વાસ સામાન્ય વર્ગ થોડી જગ્યામાં વધુ માણસો રહેવાવાળા અને તેને લઈ પાણી, સંડાસ વિ. ત્રાસ અને આખો દિવસ ઘોંઘાટ થિ. મને ખૂબ અસહ્ય લાગે છે. ક્યાં આપણું ત્યાં નાહવાનું, સુવાનું, બેસવાનું,

 

વાંચવાનું અગર જે કાંઈ કરવાનું હોય તે. ક્યાં ગામડા જીવન અને અહિંનું સવારે સદાયે જમવાની મારામારી ત્યાંથી છુટો બસની ત્યાંથી છુટો એટલે નોકરીની અને (કુટુંબની) જે કાંઈ વિમાસણ હોય તે આપણી ઉંમરે કેટલો આનંદ, થનગનાટ, ધગશ અને આદર્શ હોવા જોઈએ. પણ ખેર!, એકદમ નિરસ જીવન છે.

તમે શું શું કરું છું તે પૂછાવ્યું તો જુઓ અભ્યાસ છોડ્યા બાદ માસ દેશમાં જલસા કર્યા પછી સ્વતંત્ર ધંધો (મુકાદમી) કર્યો તેમાં એક પાઈનું વળતર મળવાથી માસે છોડ્યો અને એવી ગરજ માણસથી એક મારવાડીની પેઢીમાં નોકરી કરું છું. સો રૂપિયા આપે છે અને ૧૨ કલાક કામ લ્યે છે. માસિક ૬૦૦૦/- ખરચો બેઠો નહીં કરો છો એવો ચીજનો ધંધો છે. વચ્ચે મેં એમ્પ્લોયમેન્ટમાં નામ નોંધાવ્યું હતું અને પગાર-મોંઘવારી-ભથ્થું- વિ. મળી ૧૫૦/- રૂા. ના પગારથી સૌરાષ્ટ્ર સરકારની B. G. રેલ્વેમાં ટેલીફોન તરફ રહેવા માટે ઓર્ડર આપી હતી. શરિયતથી છોડી ત્યાં જાઉ ૧૦/૧૫ દિવસ ખર્ચ્યા પછી કદાચ રાખે કે રાખે ને બંને માંથી રઝડવું એટલે મેં ઇન્ટરવ્યુ આપવાની ના પાડી પણ કાંઈ જવાબ આવ્યો નહિ એટલે અંહિયા નોકરી કરું છું. પણ ઉમેદ એવી છે કે અંહિયા

 

જે રીતે નોકરી કરું છું તે રીતે ત્યાં પોતાની ભુમિમાં નોકરી કરું. રૂપીયા ઓછા પણ પીણસ હોય તો ધ્યાન રાખશો અંહિ કાંઈ બદલો મળશે નહિ તેમજ આત્મ સંતોષ પણ થશે નહિ જ્યારે ત્યાં નોકરી કરીશ તો બદલો કદાચ મળે મળે પણ આત્મ સંતોષ તો જરૂર મળશે.

ખેર વારૂ, મારી પાસે દિલ ખુલાસેથી સુખદુઃખ કરવા માટે કોઈ પ્રિય સ્નેહી મારી પાસે નથી. પત્રથી શક્ય નથી એટલે બધું અંતરમાં રાખી બળી-બળી રહ્યો છું. જે કોઈ જે કાંઈ કરે તે સાંભળવું.

હું સામે એક શબ્દ કહેવા અસમર્થ છે તે સાંભળી લેવું. ખોટા આક્ષેપ મૂકે તો ખુલાસો નહિ કરવો જે કાંઈ કરે તેનો સ્વીકાર બસ એક વાત ક્યારે રૂબરૂ મળશું?

તબિયત સારી હશે? પત્ર જરૂર લખશો. તમારું મારા ત્યાં મારૂં તમારા હૃદયમાં સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું છે જે કદાચ તપોતપ નહિ બદલે.

દા. હિંમત બોટાદરાના યથાયોગ્ય

 

H. M. Botadra

c/o Agalvasi...

Bombay

 







No comments:

Post a Comment