To, હેમેન્દ્ર
ચુનીલાલ પારેખ, રૂમ નં.૫,
પ્રદ્યુમનસિંહજી હોસ્ટેલ, ભગનાથ પ્લોટ, રાજકોટ Rajkot.
તા.
૨૪/૬
ભાઈ
હેમેન્દ્ર, તા. ૨૪ મીનું
પોસ્ટ કાર્ડ મળ્યું. મોટાભાઈ નું સરનામું ખાસ
કંઈ છે નહિ પરંતુ
તેમને નીચેમે સરનામે લખશો તો મળી
જશે.
c/o. Messrs. Harry Ferguson Ltd. Coventry England.
તેમાં
ઉપર લખવું કે. One of the dealer from
India now at present visiting Coventry Factory. આ
મુજબ લખ્યાથી તેમને પત્ર મળી જશે.
અહીંથી તારે માટે બે
ચોપડી મળી છે. (૧)
Isabella. (૨) Physics
- by Mhatre & Naik.
હું
આવતી કાલે અહીંથી નીકળવાનો
છું ત્યારે સાથે લેતો આવીશ.
રાજકોટ રવિ અથવા સોમવારે
પહોંચીશ. મોટાભાઈ ગઈકાલે સાંજે લંડન પહોંચી ગયા
છે.
એજજ
અનુભાઈ ના સ્મરણ.



No comments:
Post a Comment