Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 7 February 2017

ANU BHAI - 21/07/1953

શ્રી હેમેન્દ્ર સી. પારેખ રૂમ નં. B-53, એન્જીનિયરિંગ હોસ્ટેલ, P.O. VIDHYANAGAR. Via. ANAND. [GUJARAT]

 

પ્રિય ભાઈ હેમેન્દ્ર,

ભાઈ રસિકભાઈ ના એરલેટર સુધી તારો પત્ર વાંચેલો. તેનો જવાબ લખવામાં ઘણી ઢીલ થઈ ગયેલી તે દરમ્યાનમાં નો તારા તરફથી બીજો એર લેટર તા. ૧૬/ નો મળ્યો વાંચી ચિંતા ભણી

પૂ. કાકીને સારૂ થઈ ગયું તે જાણ્યું. તેઓ ત્યાંથી સીધા જુનાગઢ ગયા હશે. ત્યાં રહેવાના છે કે વખતે બીજે ક્યાંક ફેરવવાના છે તે તને ખબર નહિ હોય. રસિકભાઈ તરફથી ટૂંકો પત્ર નથી

પૂ. ફૂઆની સૌની પ્રત્યે ઘણી લાગણી છે. તેમને તું નિયમિત પત્રો લખતો રહેજેઅને તારો પ્રોગ્રેસ જણાવતો રહેજેતેમના તરફથી રૂા. ૧૫૦/- આપ્યા તે જાણ્યુંઅને તેમાંથી ચાલુ ટર્મ નીકળી જશે જાણ્યુંજરૂર પુરતાં તેમની પાસેથી મંગાવવાસ્કોલરશીપ વિશેની વિગત જાણી. થઈ જાય તો સારૂં.

તને ૫૩% માર્ક્સ મળ્યા વાંચી આનંદ થયો. મોટે ભાગે તો તારા એક પછી એક વર્ષા અઘરાં

 

આવવાના અને તેને પસાર કરવા માટે તારે ખૂબ તૈયાર રહેવું પડશેનાહિંમત કદાપિ પણ થઈશ નહિં-- Eng. Line પૂરી કર્યે છૂટકો રહેશે|—

મેં એવું કઈ લાઈન લેવી તે નક્કી નથી કર્યુંઅમૃતલાલ ભાઈ હેરાંથી આવી ગયા પછી છેવટનો નિર્ણય લઈશબે ચાર મહિનામાં તો જરૂર ક્યાંક સેટલ થઈ જઈશવચમાં સિંગાપોર જવાનો વિચાર કરેલ અને તે માટે ચો ભાઈ મારફત પ્રયત્ન કરેલ પરંતુ તેનું હજી કંઈ પરિણામ આવ્યું નથીઅને હવે તે નક્કી થાય તો પણ નકામું છેકારણ કે ભુંસાઈ પછી India Govt - નવા માણસોને ત્યાં જવા દેવા ઈચ્છતી નથીએટલે હવે તો અહિંજ સેટલ થવાનું રહેશે

ભાઈ ભરતનો સ્વીડન થી લખેલો પત્ર મિલાપ માં વાંચ્યોત્યાંનું વર્ણન તેણે ઘણું સારૂં કર્યું છેતેને સારો chance મળી ગયોભાઈ નાનકા નું શું ખબર છે? તે અમદાવાદ છે કે ક્યાં છે?

 

ભાઈ વિરેન્દ્રનો ઘણા દિવસ પહેલાં રાજકોટ થી p.c. હતુંપરંતુ હજી તેને પણ ક્યાંય નક્કી નથી થઈ શક્યો, તેનો પ્રોગ્રેસ પણ સારો ચાલે છે

અહિંના તોફાનો આપણા વિસ્તારમાં નથીઅને જ્યાં ચાલે છે ત્યાં તે રોજીંદા કાર્યક્રમ જેવા થઈ ગયા છેમાણસો બદ્ધા ટેવાઈ ગયા છે —, અને બધા તોફાનો કંઈ લાંબા માધ્યમના નથી

ગઈ કાલે હું, ભોગીભાઈ ચંદુબેન સૌ હિન્દુસ્તાન મોટર્સ નું કારખાનું જોવા ગયેલા ફર્સ્ટ ગ્રેડનું છેહાલમાં તો તેઓએ production ઘણું ઓછું કરી નાખ્યું છેઘણા ખરા મશીનો બંધ પડ્યા હતાએટલે કારખાના ની જે જાતની Impression આપણી ઉપર પડવી જોઈએ તે પડીતેમ કારખાનું પણ બહુ upto-date ગણાયહાલમાં રોજની ફક્ત ૧૫ Studebaker મોટરો તૈયાર થાય છે — Assembly નું કામ મુખ્ય થાય છે — Manufac. નું કામ બહુ ઓછું

તારી તબીયત સારી હશેડૉ. રસિકભાઈ તથા ભાભુબેનને સ્મરણ

લીઅરવિંદ પારેખના જયભારત

 

ARVIND C. PAREKH, 203/1, Harrison Road, Calcutta. 7

 






No comments:

Post a Comment