BOMBAY 7, 10th NOV. 1950.
૨૦૦૭
ના કારતક સુદી ૧. શુક્રવાર
પ્રિય
ભાઈશ્રી હેમેન્દ્ર,
વાહ
ભાઈ વાહ! આખા રાજકોટનું
તંત્ર આટલી કુશળતાભરી તેમજ
વ્યવસ્થાપૂર્વકની સમજણથી કે સત્તાથી? ચાલે
છે તે જાણીને ખરેખર
આશ્ચર્ય થાય તેવી અને
લગભગ હોયતો 'ટાઇમ્સના ફ્રન્ટ પેઇજ' પર ખબર આપવા
જેવી 'ઇફેક્ટ' છે.
નામદાર
સરકાર તરફથી ૧૦ સપ્ટેમ્બરની તારીખનો
સ્કૉલરશીપનો ધસીને ના પાડતો જવાબ
મને ૪ નવેમ્બરે મળે
છે. આપને લખેલા બે
પત્રોનો જવાબ ક્યારે મળે
છે તે તો પ્રભુ
જ જાણી શકે એવી
વાત છે? સરકારનો એ
૧૦ તારીખનો જવાબ પણ મેં
ગયા માસના છેલ્લા અઠવાડિયામાં કરેલ અરજીના જવાબ
રૂપે જ આવ્યો નહિ
તો વળી ક્યારે આવત
એ કોને ખબર છે!
કોઈ
છે, એકવાર એ હિંદુઓ પાસેથી
આવું કોઈ નવું વર્ષ
આપશે ત્યારે સાયન્સ લઈ
બધો
હિસાબ વ્યાજશીખે ચુકતે કરવાની ફરજ પાડીશું. તમે
સાજનમાજનના સાથે રહોને? રખેને
માની લો ,કારણ લખું
છું લાલ શાહીથી અને
વળી કોંગ્રેસ માબાપ વિરૂધ્ધ, તેથી એતલું છું
કે એવું કાંઈ નથી
તેની તમને મારા તરફથી
જાણ થયા પછી ખાતરીની
જરૂર ન જ હોય
તેમ માનું છું.
આજથી
શરૂ થતું વર્ષ આપને,
આપના કુટુંબને, આપના દેશને અને
આપણી દુનિયા તેમજ બ્રહ્માંડને અને
તેમાં વસતા સર્વે જીવોને
ખૂબ જ જાનદાનીપૂર્વકના (ડહાપણના
નહિ) લાહોથી ભરપૂર નિવડો તેવી પ્રભુને પ્રાર્થના
છે.
આપણી
બોર્ડીંગના ખબર તમો જરા
વખત લઈ અતેથી લખોતો
જરા શાંતિ થાય. બોર્ડીંગ બંધ
થવાની છે એ વાત
સાંભળી અત્યંત દુઃખ થાય છે
કારણ આપણે જાણીએ છીએ
કે એવા કોઈ સાધન
વગર વિદ્યાર્થીઓને ભણવાની કેટલી અગવડ પડે છે.
પૈસાવાળા કેટલા બધા
હઠીલા
અને દુરાગ્રહી હોય છે તેનો
આ દાખલો છે. પ્રભુ નવા
વર્ષમાં તેમને ભગવાનજીભાઈને ગૃહપતિ તરીકે લાવી બોર્ડીંગચાલુ કરવાતી
તેમજ 'ગેરમાર્ગે' દોરેલ છાત્રોને પણ સાચી સદ્દબુધ્ધિ
આપે તેવી આપણે સૌ
જૂના વિદ્યાર્થીઓએ અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરવી રહી.
આપના
મિત્રમંડળને મારા નવા વર્ષના
અભિ-નંદન પાઠવશો. મેં
તમારા પત્રો તેમજ પરિચયનો મારા
મિત્રોને ખ્યાલ આપી દીધો છે
જેથી તેઓ તમને મળવા
ઘણા જ ઉત્સુક છે.
એક બહુ જ ભોળો,
સરસ, ખાનદાન, પણ ગરીબ અને
બ્રાહ્મણ મિત્ર મળ્યો છે. ખરેખર તમને
એના પરિચયથી ખૂબ જ આનંદ
થાય તેવું છે. હું લખવાખાતર
નહિ પણ એક નગ્નસત્ય
લખું છું કે મારામાં
એના ગુણનું વર્ણન કરવાની શક્તિ નથી, જો કે
એ કાંઈ છે નથી
પરંતુ મારાથી કે... તો બહુ જ
ચડીઆતો છે. તેવા સ્વાભાવિક
આપણને સારો લાગશે વળી
અત્યારે
મારા
મન પ્રમાણે એ ખરા સમુદ્રમાં
મોટા પાણીની વાડી જેવો છે
કારણ હું એનાથી બહુ
મોડો પડી ગયો હોઉં
તેમ લાગ્યા કરે છે.
તમારા
'ફાઇન' ના તેમજ વેકેશનની
પ્રવૃત્તિ ના તેમજ કોઈ
કાવ્યની રચના કરી હોય
તો તેની જાણ કરશો
એવી આશા રાખી હક્ક
અદા કરું ખરો? એવો
કોઈ મત લઈશ ખરો?
જરૂર જવાબ તુરત આપશો.
સ્નેહાધીન:
હેમંતના નૂતન વર્ષાભિનંદન
BOMBAY 7, 10th NOV. 1950.
Kartak Sud 1, 2007 (Samvat calendar). Friday
Dear Brother Hemendra,
Bravo, my friend, bravo! Knowing that the entire administration of Rajkot functions with such skillful and organized understanding—or authority?—is truly astonishing, producing an effect almost worthy of breaking on the 'front page of The Times.'
I received a flat refusal from the Honorable Government regarding the scholarship on 4th November, in a letter dated 10th September. As for when a reply to the two letters written to you will arrive, only God knows! That government reply dated the 10th came solely as a response to the application I made in the last week of last month; otherwise, who knows when it would have arrived!
Someday, once a New Year like this comes from those Hindus, taking Science...
...we will force them to settle the entire account, principal along with interest. Do stay in touch with the well-wishers, won't you? Lest you assume otherwise—I am writing this in red ink, and that too against our parent Congress party—let me assure you that there is nothing to worry about on that front, and I believe you need no further convincing.
I pray to the Lord that the year beginning today turns out to be filled with deep, spirited vitality (and not just prudent wisdom) for you, your family, your country, our world, as well as the universe and all living beings residing within it.
If you could take some time to write from there regarding the news of our boarding hostel, it would bring some peace of mind. Hearing that the boarding facility is going to close causes extreme grief, because we know firsthand how much inconvenience students face in continuing their education without such a resource. This serves as a prime example of how stubborn and dogmatic wealthy people can be. In this New Year, all of us alumni ought to pray from the bottom of our hearts that God grants them good sense—to bring back Bhagwanjibhai as the rector, restart the boarding, and guide the 'misguided' students onto the right path.
Please convey my New Year wishes to your circle of friends. I have given my friends here an account of your letters and your personality, so they are very eager to meet you. I have made a very naive, wonderful, noble, yet poor Brahmin friend here. Truly, getting to know him would bring you immense joy. I write this not just for the sake of writing, but as a stark truth: I lack the capability to fully describe his virtues—though he claims to be nothing special, he is far superior to me or... Naturally, you will like him; moreover, right now...
...to my mind, he feels like a grand garden of fresh water in the middle of a vast ocean, because I constantly feel as though I lag far behind him.
May I exercise my right to hope that you will share news of your 'fine', your vacation activities, or any poem you might have composed? Will I hold such an opinion? Do reply immediately.
Yours affection-bound,





No comments:
Post a Comment