Hemendra C. Parekh.
616, E. Daniel street.
Champaign. (Illinois) U. S. A.
૨૭મી
સપ્ટે. '૫૫ ગુરૂ.
બટુકભાઈ,
તમારાં તા. ૧૬મીનું લખેલ
P.C. અહીં તા ૨૨મીએ મળ્યું
વાંચી આનંદ. ત્યારબાદ તમારા રાજકોટ તથા આણંદ લખેલા
બન્ને કાગળો અહીં સોમવારે મળી
ગયા છે. મુંબઈથી લખેલ
પત્ર પણ મળી ગયેલ
અહીંથી તમારા પત્રો ગોંડલ મોકલ્યા છે અને ત્યાંથી
કલકત્તા મોકલશે. પૂ. બહેનને તથા
ચંદાબહેનને અહીંથી કાગળો લખ્યા છે કે તમને
ત્યાં કાગળ લખે. તમારી
દરેક exam ના result આવી ગયા હશે
તો આવતા પત્રમાં લખજો.
ત્યાં હિન્દી વિધાર્થીઓ ઘણા છે એટલે
ત્યાંનું વાતાવરણ ફાવી ગયું હશે
ટેલિવિઝનમાં તો ત્યાંનાં પ્રોગ્રા
મોજ જોઈ શકાતા હશે.
રાત્રે રાંધવામાં બરાબર ફાવે છે કે
નહિ? પ્યાજ ખાવી શરૂ કરી
અહીં આશ્ચર્ય થયું. શાકભાજીમાં અહીંની જેટલી વસ્તુઓ મળે છે? તમારો
કોલેજ ટાઈમ સવારનો છે
કે બપોરનો? કોલેજમાં માત્ર વિદ્યાર્થીઓ જ છે કે
વિધાર્થિનીઓ પણ છે? જો
કે Eng. માં તો ખાસ
નહિ હોય. ત્યાં રેડિયોમાં
અહીંનાં (ઇન્ડીયાનાં) પ્રોગ્રામ સાંભળવા મળતા નહિ હોય.
Champaign ની વસ્તી કેટલી હશે? ગામડા જેવું
છે કે શહેર જેવું?
ત્યાંનાં તમોએ કોલેજ વિ.
ના ફોટા હોય તો
મોકલજો. તમે સ્વેટર વિષે
લખીને ફરી કેમ ચેકી
નાખ્યું છે? ત્યાંથી લઈ
લીધું છે? જો ન
લીધું હોય તો હું
ચંદાબહેનને અહીંથી લખીશ એમને સરસ
આવડે છે એટલે ત્યાંથી
જ ગૂંથીને મોકલી દેશે. અહીંથી બીજી કોઈ વસ્તુ
જોઈતી હોય તો લખજો.
અથાણું વિ. બરાબર પહોંચી
ગયું હશે. પાપડ ખલાસ
થઈ જાય ત્યારે લખજો.
ત્યાંનો શિયાળો આપણા શિયાળાની સાથે
જ શરૂ થતો લાગે
છે. ગરમી વધારેમાં વધુમાં
કેટલી હોય છે? અહીં
વરસાદ સારો થયો છે.
બીજું અહીંના ભરત-ગૂંથણ વિષે
ત્યાંના લોકો પર કેવી
છાપ પડે છે તે
જરૂર લખજે. જે વસ્તુઓ અમને
આપી છે એવી વધારે
જોઈતી હોય તો લખજો
એથી વિશેષ સફાઈ કરીને મોકલીશ
શ્રી જસુમતીબેને જે થેલી તમારી
સાથે મોકલી હતી એવી થેલી
ખરીને ત્યાં મોકલવા વિચાર કરું છું.
પૂ.
બાપુજી તથા પૂ. બા
આણંદથી હજી આવેલ નથી.
૩-૪ દિવસમાં આવી
જશે. અહીં સૌની તબિયત
સારી છે. ત્યાં તમારી
તબિયત પણ સારી હશે.
ત્યાંનાં નવીન સમાચાર અવારનવાર
જણાવતા રહેશો. લી. જ્યોતિ
તા.
૨૫ પ્રિય બટુકભાઈ તમારી ટપાલ મળી વાંચી
ઘણોજ આનંદ તેથી સામે
લખાતા રહેશો મારી તબિયત સુધારા
ઉપર છે હવા બરાબર
આપો છો બપૂર્વ તથા
બેની મમ્મીએ અપૂર્વ તમને યાદ કરે
છે કલકત્તાથી તથા ગોંડલથી ખુશી
ખબરની ટપાલ આવે છે
તમારી
તબિયત સારી હશે ટપાલ
લખશો તમારી આપેલા ભાઈ વર્ગને સ્મરણ
ભી આભાના સ્મરણ
તમે
પ્યાજ ખાવી શરૂ કરી
દીધી તેથી અહીં હિંદુરાન
પણ તમારી એ પ્રગતિથી ઘડો
લેવાનો વિચાર થશે એટલે દરેક
કાગળમાં ગમે તે ન
જાતા હોય એવી વસ્તુ
ખાવી શરૂ કરી દીધી
છે એમ લખજો. એવી
વસ્તુઓમાં
'non-vegetarian' વસ્તુઓનો
સમાવેશ ન ગણતા એ
વિષે પૂ. ગાંધીજીની કૃતિને
અનુસરજો.
પ્રિય
ભાઈ હેમેન્દ્ર, તારા ત્રણે પત્રો
વાંચી ખુબ આનંદ થયો.
આ પત્ર ત્યાં પહોંચે
એ દરમ્યાન તારા તરફથી પણ
કદાચ બીજો પત્ર રવાના
થઈ ચુક્યો હશે. તારા પત્રમાં
તો અમોએ તારા પ્રવાસ
વિષેની વિસ્તૃત વર્ણનની આશા રાખેલી. પરંતુ
જોઈએ એ પ્રમાણે વર્ણન
નહોતું. મુંબઈથી ઉપડ્યા પછી રસ્તામાં દરેક
સ્થળે કેટલો વખત રોકાણ થયું?
પ્લેન વિષેની પુરી માહિતી - કેટલા
પેસેન્જર હતા? તેમજ પ્લેનમાં
શું શું જમવા આપેલ
- ઇત્યાદિ ખાસ કરીને Mid-Halting Station ઉપરની એર સર્વિસ તરફથી
કઈ જાતની ટ્રીટમેન્ટ મળેલ. પ્રવાસ વર્ણન તો એવું સરસ
અને વિગતવાર લખવું જોઈએ કે વાંચનારને
જેમ જેમ વાંચતા જઈએ
તેમ તેમ વધુને વધુ
રસ આવતો જાય. હવે
એ બધું ફુરસદે લખજે.
ત્યાંનો તારો નિત્યક્રમ પણ
લખજે. Sunday Outing માટે ક્યારે ક્યારે
જાવ ત્યારે એ વખતના જો
ફોટા લીધા હોય તો
તે પણ મોકલજે. અહીના
છાપાઓ ત્યાં ક્યારેક ક્યારેક આવે છે? ત્યાંના
છાપાનાં સારા શોર્ટ કટીંગ્સ,
ફોટોગ્રાફો વિ. ક્યારેક ક્યારેક
મોકલતો રહેજે. ત્યાંથી બધા પત્રો તારે
રાજકોટ લખવા અમો અહીંથી
અહી આપીશું - અહીથી ગોંડલ થઈને કલકત્તા પહોંચશે
- ઇત્યાદિ બુઢ્ઢા લખવાનો વખત ન મળે
તો આ પ્રમાણે કરવું.
તારા ભાભીની તબિયત સુધારા ઉપર છે. તારી
તબિયત સારી હશે. અહીના
મિત્રવર્ગને સંભારજો. સેજ. લ - અનુલાઈના
સ્મરણ.
Jyoti Parekh Vadia
(Saurastra) India.
----------------------------------------------------------------------------------------------------------------------
To, Hemendra C. Parekh
616, E. Daniel Street, Champaign (Illinois), U.S.A.
Date: 27th Sept. '55, Thursday [September 27, 1955]
Dear Batukbhai,
Was delighted to receive your postcard written on the 16th here on the 22nd. Subsequently, both your letters written to Rajkot and Anand arrived here on Monday. The letter written from Mumbai was also received.
Your letters have been sent to Gondal from here, and from there, they will be forwarded to Calcutta. Letters have been written from here to Respected Bahen [Sister] and Chandabahen asking them to write to you over there. Do write in your next letter about the results of each of your exams if they have arrived. Since there are many Indian students over there, the environment must have suited you well. Program shows on television can probably be watched right there.
Are you managing properly with cooking at night? It was quite a surprise here to learn that you have started eating onions! Do you get as many vegetable options there as over here? Is your college schedule in the morning or in the afternoon? Are there only male students in college, or female students as well? Though in Engineering there probably wouldn't be many. You probably don't get to listen to programs from back home (India) on the radio there.
What would be the population of Champaign? Is it like a village or like a city? If you have photographs of the college, etc. over there, do send them. Why did you write about the sweater and then cross it out again? Did you buy one from there? If you haven't bought one, I will write to Chandabahen from here; she is very skilled at it, so she will knit and send one from there. If you need any other item from here, do write. The pickles, etc. must have reached properly. Write when the papads run out.
The winter over there seems to begin around the same time as ours. What is the maximum temperature during peak heat? We had good rain here.
Also, do write about what kind of impression the embroidery/knitting work from here leaves on the people over there. If you need more items like the ones given to you, let us know and I will send them with even finer finishing. I am considering buying and sending a bag over there similar to the bag Shrimati Jasumatiben sent with you.
Respected Bapuji and Respected Ba have not returned from Anand yet; they will arrive in 3–4 days. Everyone's health here is good. Hope your health is good over there as well. Keep sharing new updates from over there every now and then.
— Jyoti





No comments:
Post a Comment