To, Hemen C. Parekh, 140 A,
'Vikas' 2nd Floor, Shivaji Park Road N. 2, BOMBAY. 28.
ભાવનગર.
તા. ૧૨/૯/૫૭
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
તારો
તા. ૯/૯ નો
એરલેટર મળી ગયો છે.
તું વચમાં તા. ૭-૮-૯ રાજકોટ જઈ
આવ્યો - ર.બા, જાદુબા
તથા જ્યોતિ હાલમાં રાજકોટ છે. બીજું કે
વિભુ માટે ત્યાંથી Betalin S 100mg. મળી ગયું છે
તે જાણ્યું. Niacinamide માટે તેં ત્યાંથી
કોઈ ડૉક્ટર ને પુછાવી લીધું?
કારણકે મેં અહિંથી કોઈ
પુછાવ્યું નથી. તેમ છતાં
આજે સેજલને અહિંથી પત્ર લખું છું
અને જવાબ તેને સીધો
મળી નાંખે. આ ઈંજેકશન આપે
એટલે તેનો કોર્ષ તુરત
શરૂ કરવાની જરૂર છે. કારણકે
અમદાવાદ થી આવ્યા બાદ
ટ્રેનના ધક્કાને કારણે વિભુની તબીયત બરોબર નહોતી રહી.
બેબી
Fiat કાર એક રૂ. ૨૬૦૦/-
માં મળે તેમ છે.
(Model 48) રાજકોટ મીસ્ત્રી મોટર્સ વાળાની સલાહ લેતાં તેમણે
કહ્યું કે મિકેનિક માણસ
માટે જ એ કામની
છે. કારણકે એમાં અવારનવાર ખરાબ
થયા કરે છે અને
તેનો રીપેર ખર્ચ વધુ આવે
છે. એવરેજ એક ગેલોને ૫૦
માઈલ આપે છે. મને
લાગે છે હાલતુરત જો
તારે L. & T. ના ટ્રાન્સપોર્ટ ની
સગવડ થઈ ગઈ હોય
તો હમણા ન લેવી.
ભવિષ્યમાં બરોબર સ્થિર થયા બાદ લઈ
લેવી. આવી નાની મોટરો
અવારનવાર અહિં મળ્યા જ
કરશે. એટલે ગમે ત્યારે
લઈ શકાશે. તેમ છતાં L. & T. માં
કોઈને જોઈએ તો લખજે.
દવાઓ
તુરત મોકલાવજે. સૌને સ્મરણ.
લી.
અનુભાઈ નાં પ્રણામ



No comments:
Post a Comment