To, Hemendra. C. Parekh. 77,
Engineering Hostel Vidya Nagar via Anand. (N. Gujarat)
મુંબઈ
તા- ૧૮-૩-૫૩
૨૦-૩-૫૩
પ્રિય
ભાઈ હેમેન્દ્ર,
તમારો
પત્ર ઘણા જ દિવસો
પહેલાં હતો. ફક્ત તમને
તકલીફમાં ન મૂકવા ખાતર
જવાબ મોડો લખું છું
કારણ તમે પરીક્ષાની (અ)પૂર્વ તૈયારી કરી રહ્યા હશો.
તમો ખૂબ જ સારી
રીતે - ગૌરવપૂર્વક ઊંચું મોઢું રાખી શકો તેમ
પાસ થાઓ એવી મારી
અંત:કરણ પૂર્વકની આશા
છે. તબિયત ઘણી જ સારી
હશે. મારી તબિયત સારી
છે. તમારો જવાબ વહેલો મોડો
તેની કાંઈ હરકત ન
હોય શકે. પરીક્ષા પછી
જરૂર મુંબઈ આવશો ત્યારબાદ દેશમાં
જવાનું રાખશો તેવી વિનંતી છે.
ઘણા લાંબા સમયથી મળવાની ઈચ્છા છે તે પૂરી
થાય.
પટેલને
જરૂર મળશો અને બનતી
મદદ કરશો. તેનું આખું નામ હિરાલાલ
ભોગીલાલ પટેલ તે એન્જીનીયરીંગના
ડીપ્લોમા કોર્સના પહેલા વર્ષમાં છે. તો ટાઈમ
હોયતો ઘટતી તપાસ કરી
જરૂર તેને મળશો દેશમાં
સૌ કુશળ હશે? તમે
કુલ્હાદ રાહતના કાર્ય માટે કઈ બાજુ
જવાના છો? છાપામાં ખબર
મળ્યા છે.
દ:
હિંમત બોટાદરાના સ્નેહ સ્મરણ —



No comments:
Post a Comment