Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Tuesday, 7 February 2017

ANU BHAI - 27/04/1959

Sjt. H. C. Parekh, Room No. 38, Apollo Hotel, Behind Regal Cinema, Apollo Bunder, BOMBAY. 1.

 

ભાવનગર. તા. ૨૭--૫૬

ભાઈ હેમેન્દ્ર તારો તા. ૨૪ નો એર લેટર બરોબર મળી ગયો હતો. તા. ૨૭ ના હું રાજકોટ પહોંચી શક્યો. તારા ભાભીની તબિયત હમણાં હમણાં બરોબર રહેતી નથી. અને દર્દનું કોઈ સાચું નિદાન કરી શકતા નથી. દવા અને પરેજી થઈ હવે તો ખુબ કંટાળી ગયા છીએ. રાજકોટથી પૂ. બાપુજી-બા તથા દિનેશ ગયે ગુરુવારે સવારે મોટર લઈને અહીં બહુ કાઢવા આવેલા. તેઓ શુક્રવારે સાંજે પાછા અહીંથી રાજકોટ ગયા અને શનિવારે વાડિયા પહોંચી જવાના હતા. ભારતીને તારા ભાભી ઓળખે છે. અને ડૉ. સંઘાણી તથા અં.સૌ. નવલબેન સારી રીતે ઓળખે છે. વિમુએ તને સગપણ પહેલાં થોડા દિવસ ઉજાવ્યા. ભાભીએ નવલબેન તથા...

 

ભદ્રાબેન ની ઓળખ દુરથી ઓળખાણ કરાવી હતી. રાજકોટમાં. ડૉ. ચંબુલાઈના પરિચયમાં એકવખત આવેલ છું. ડૉ. મોહનભાઈ ની દિકરી તારાબેનનાં લગ્ન પ્રસંગે. ચી. ચુનીભાઈ અને ડૉ. મોહનભાઈ ના પરિચય માં ઘણી વખત આવેલ છું. બધા બહુ મજાના ભાઈઓ છે. ડૉ. મોહનભાઈ ના દિકરા ઇચ્છાલાલભાઈ મુંબઈમાં છે. કદાચ સમય દરમ્યાન તમારે એકબીજાને મુલાકાત થઈ ગઈ હશે. તારું ભારતી સાથેનું સગપણ મેં સૌ તરફથી અમને આનંદ થયો છે. તમારા બંનેના સગપણ ની તારીખ રીતે બહુ યાદ આવે છે. એજ એપ્રિલની ૨૦મી તારીખે અને ૧૯૫૨ ની સાલમાં અમારું સગપણ થયેલું. અને એજ સવારના સમયે. અને ચી. ચુનીભાઈ સંઘાણીના હસ્તે. ભારતી B.Sc. થયેલ છે જાણી ખૂબ આનંદ થયો. તમે બંને એકબીજા...

 

ને અનુરૂપ છો. તું અઠવાડિયામાં અમદાવાદ આવે છે તે જાણ્યું. જો અનુકૂળતા હોય તો તું તથા ભારતી એકાદ દિવસ માટે અહીં આવી શકો? મસ્તન-કુમુદ પણ અરસામાં અહીં આવવાના છે. મસ્તન નું સરનામું નીચે મુજબ છે. ચી. મસ્તન મેઘાણી, ડૉ. ઉષાબેન મહેતા ના બંગલામાં, આસીરપ્લા, ફતેહનગર, અમદાવાદ.

અપૂર્વ-પારુલ એનું એમની જુની શાળા તથા બાલમંદિરમાં છે. Convent બારામાં હજુ હું વિચાર નથી કરી શક્યો. નવી ટર્મની શરૂઆતમાં વિચારી જોશું. તારી કુશળતા ઇચ્છું છું. ભાઈ મળે તો સ્મરણ કરજે. એજ. વિમુએ તને સ્મરણ જણાવ્યા છે.

લી. અરવિંદના સ્મરણારજી.

 

ARVIND C. PAREKH, State Bank Colony, Bhavnagar.

 







No comments:

Post a Comment