Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Friday, 20 January 2017

MASTAN MEGHANI - 05/04/1968

MR. H. C. PAREKH C/O. UNELEC ROUTE de CORSE B.P. 26 02 ST. QUENTIN (FRANCE)

 

પો. બો. ૮૩૫, કુવૈત (અરેબિયા) એપ્રિલ , ૧૯૬૮

 

પ્રિય હેમેન્દ્રભાઈ,

તમારા પહોંચના સમાચાર ૨૬- ના લખાણ તેમજ મિશ્ર કાર્ડ પરથી મળેલા. કુવૈત થોડા સમય માટે પણ અમે નહોતા મળી શક્યા તેથી ઘણો લોભ થશે પણ તમે મજામાં નોકરી જોઈન્ટ થઈ મજામાં ફ્રાન્સ પહોંચી ગયા તે જાણી ખાસ અમે બહુ ખુશી થયાં. દેશમાં ગમે તેટલા લાંબા સમયે મળવાનું કદાચ થતું હશે પરંતુ પારકી ધરતી પર મળવાનો આનંદ જુદા પ્રકારનો હોય છે જેમ તમને પણ અમારી માફક, કદાચ લાગ્યું હશે!

ત્યાંના તમારા નવા કામમાં ગોઠવાઈ ગયા હશો અને ઈશ્વર-કૃપાથી સરસ રીતે દિવસો ઝડપથી પસાર થઈ જતા હશે. કાગળ લખવાનું મારે ઘણાય ઘણાં વર્ષોથી બહુ ઓછું બને છે એટલે ટૂંકા કાગળમાં તમને ફરી યાદ આપું છું કે પણ છતાં અહીંનું ઘર ક્યારેય ભૂલતા નહીં! તમે અહીં આવો ત્યારે એક રાત ગાઢજો કે જેથી કુવૈતમાં તમે ગુરૂ-શુક્રવાર દરમ્યાન ઓછામાં ઓછું હો. અહીં કુવૈતમાં ગુરૂ-શુક્ર weekend હોય છે એટલે બે દિવસો દરમ્યાન વધુ સમય સાથે ફરવામાં ગાળી શકાય. અમે સહુ કુશળ છીએ. અતુલ અત્યારના સમયમાં બાકીનો સમય એની ગાડીમાં રમી-રમાડી રહે છે! કુમુદ પણ હમણાં daily workerના uniforms સીવવાનું કામ કરે છે એટલે એમાં પડી છે. સત્વરે કાગળ લખો ત્યારે તમારા સહુના સમાચાર ત્યાં ગુલાબભાઈ-નનુભાઈ સહુને તથા . કૃપા-શૈલેશને પહોંચાડશો. મુંબઈ ભારતીબેનને પણ.

 

તમને પૈસાની જરૂર પડે તો બિન્દાસપણે લખજો. ખરીદીનું કામ અહીંથી રાખવાનું કદાચ વધુ અનુકૂળ પડશે. આપો ત્યારે, આપજો.

લિ. મેઘાણી

 

M. MEGHANI PB 835, Kuwait (A.G.)

 





No comments:

Post a Comment