Hi Friends,

Even as I launch this today ( my 80th Birthday ), I realize that there is yet so much to say and do. There is just no time to look back, no time to wonder,"Will anyone read these pages?"

With regards,
Hemen Parekh
27 June 2013

Now as I approach my 90th birthday ( 27 June 2023 ) , I invite you to visit my Digital Avatar ( www.hemenparekh.ai ) – and continue chatting with me , even when I am no more here physically

Translate

Wednesday, 18 January 2017

KUSUMBEN VITHLANI- 06/08/1996

મંગળવાર

તા. . . ૯૬

 

સૌ. ભારતીબેન પારેખ સાહેબ

આજે તમારો પત્ર મળ્યો છે વાંચી

ઘણી ખુસી થઈ છું પત્ર વાંચતા એમ

થાય છે કે આપણું કોઈ સહી કોઈનો

પત્ર આવતો નથી દર રવીવારે સોમીબા

નો ફોન આવે છે તમો બધા બહુજ

યાદ આવો છો આજે બેપર સે સુધા

નો પત્ર હતો તે લખે છે કે કંઈ પૈસા કે

માલી નથી વળી એમ લખે છે કે તમો

મારી સાથે રહો હું એને ભણું છું તે

મારી પાસે જે મુજી છે તે પચાવવા

માંગે છે મે તેને પત્ર લખ્યો નથી તે

તમારી જાણ ખાતર અહી કોકીલાબેન

રસોઈ

નટવરભાઈ ચલાવે છે અહી

અત્યારે અમો ૧૨ જણ છીએ અહી

ગેસ રૂમ છે જો તમો આવવાનો વીચાર

હોયતો બે જણ ને પલંગ ગાદલા અને

ઓઢવા નું મળશે બે દિવસ પહેલા કેવુ પપ

(પાછળ)

 

 

અહીં બેદિવસ રેવા આપે છે જમવા

નું નાવાનું ગરમ પાણી જરૂર આપ

વાનું મન થાય તો આવો મારા ઘેર

રાખે રહી સકો છો આપણે સાથે

રહી સકીએ બીજું તારી ૧૭

તમારો જનમ દીવસ છે તો મારા

આશીસ છે કે ભોલાય મોભે

પારેખ સાહેબ સાથે રહો ભગવાન

તમારું જોડું અમર રહે અને ભગવાન

તમો બન્ને ને ખુબ સુખી રાખે અને

અમારા જેવાને પત્રથી ખુશી સમાચાર

પુછતા રહો અને પત્રથી આનંદ આપ

તા રહો સૌની યતી સૌ પ્રજા માં

થી મનજીભાઈ અનોથી બંને અનોખી

મજામાં હશે હું બહુજ મજામાં રહું છું

ભગવાનની મરજી પ્રમાણે મારે રેવું

પડશે બાજુ

વાળો

સધારે ચા

તા નાસ્તો ગરમાગરમ

૧૨ જમવાનું ગરમાગરમ

 

 

મારા પત્રમાં ભુલ હશે તો

સુધારી ને વાંચશો તમે જાણો

છો કે હું ભણેલી નથી ખેર

 

પુ. બાપા હતા તે જાણતી હું

પુ બાપા ને પત્ર લખોતો મારી

યાદ લખશો અમદાવાદ

કેનુભાઈ તથા તેના કુટુંબજો

મજામાં હશે

મોટી બેન ભદ્રાબેન

બધા મજામાં હશે

સૌ ઈચ્છાબેન ને ફોન કરતો મારા

યાદ આપ શો કોસરજાબેન ધ્રુવ

ને મારા યાદ આપશો

 

 

અમોને સુમસે છે

 

સવારે

વાગે ચા આપે

તા વાગે નાસ્તો ગરમાગરમ

૧૨ જમવાનું જમવામાં દાલ ભાત

શાક રોટલી એક કટોપ રોજ

બપોરે છાસ પાપડ અથાણું

ચા

જમવાનું દૂધ દૂધ

 

કોઈ દિવસ દળ હોળી

કોઈ દિવસ આટાથી સાજી કઢી તો

કોઈ દિવસ આલુ પરોઠા

પંદર દિવસે એક વાર મીઠાઈ

સવારે નાસ્તામાં

કોઈ દિવસ ઉપમા

બટેટા ચુવા ચોવા

પોંડા પવા

મે રોજ ભજીયા પાવભાજી

સવારે નાસ્તા માં ગરમા ગરમ

મલે છે તે તમારી જાણ ખાતર

(પાછળ)

હું સવારે ઉઠું છું પછી

કાંઈ કામ હોય તો ભજન કરું છું

ભજન સીવાઈ અહીં કંઈ

કામ હોઈ આખો દિવસ

ભજન મા ચાલ્યો જાય છે

 

સેવાવા દાન નું જે

ભજન તમારી પાસે હોય તો

લખી મોકલશો ભજન

તમોને ગમાયું કે નહીં તે

તે લખશો

તમારો પત્ર મળ્યો કે મે તુરત પત્ર

લખ્યો છે તમારો પત્ર વાંચતા

હું ઘણી રાજી થઈ છું તે દિવસ

માત્રણ વાર વાચ્યું ને આનંદ

મેળવું છું

 

 

વરતન

ભારતીબેન ત્યાં તુલસી નો ક્યારો

જેને આંગણીયે તુલસી નો ક્યારો

ત્યાં વસે મારો નંદ દુલારો,

થાય કિર્તન જે ઘેર,ત્યાં પ્રભુજીની મેર,

કદી આવે દુખનો વારો ત્યાં વશે

જેનું ભક્તિમાં મન, જેનું સારું વર્તન,

તેના રૂદીયામાં સારા સંસ્કારો... ત્યાંવશે

સદા થાય ધરમ, પાસે આવે ચમ,

કરે સારા આર્તથી સત્કારો ત્યાં... વશે

નાખે ગાયોને ઘાસ, તેનો વ્રજમાં છે વાસ.

સૌ દેવો આપે આવકારો... ત્યાં વશે

કરે તિલક કપાય,, ગળે તુલસીજી માળા,

મુખે શ્રીજી બાવાના ઉચ્ચારો... ત્યાં વશે

જેને આંગણીયે તુલસી નો ક્યારો

ત્યાં વશે મારો નંદદુલારો...

 

ભારતીબેન હું ભજન રોજ ગાઉં છું

તેમે બનાવ્યું છે તે તમોને ગમશે

(પાછળ)

 








No comments:

Post a Comment